Monthly Archives: October 2010

(14) પ્રાર્થના….

પાંપણો પર એક નાનકડું સપનુ સજાવી રોજ તને શીશ નમાવું છું…. દ્રૌપદીના અનંત ચીરની જેમ મારાં શમણાંમાં પણ રંગ પૂરી દે ભગવન. હ્રદયકેરાં ઉંબરે ટમટમતો એક દીપ જલાવી રોજ તને શીશ નમાવું છું…. સુદામાના તાંદુલની તકદીરની જેમ મારું સોણલું પણ … Continue reading

Posted in ગજરાતી કાવ્ય/ગીત/મુક્તક | 2 Comments

(13) શક્યતા….

તમારી યાદની અધૂરપ દિવસે સતાવતી રહી, ને પછી રાતભર નીંદર અમને જગાડતી રહી. હકીકત ક્યાંકથી ઊઠાવી લાવી સપનું પરાયું, ને પછી ધારણા બિચારી મનને મનાવતી રહી. લાગણીના અગાધ દરિયે અમે તો બાંધ્યો બંધ, ને તમારી હેતની હેલી ઘોડાપૂર રેલાવતી રહી. … Continue reading

Posted in ગુજરાતી ગઝલ | 3 Comments

(12) મોરપિચ્છ….

આયખાના ખાલીપામાં તરતા હળવા પીંછા જેવું મારું મન તારી યાદના પવન ઝપાટાથી અહીં તહીં ફંગોળાય છે; ને મને ભગવાન શ્રી ક્રૃષ્ણના મસ્તકે શોભતાં મોરપિચ્છમાં ચીતરાયેલું રાધાનું નામ યાદ આવી જાય છે. તારા ઊરમાં મારું નામ ક્યારે ચીતરાશે? એ તો ભગવાન … Continue reading

Posted in ગજરાતી કાવ્ય/ગીત/મુક્તક | 3 Comments